વાંસદા: ગતરોજ વાંસદા સરકારી વિનયન અને વાણિજય કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કોલેજના આચાર્ય ડો.વાય.જે મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ‘ખાદી મહોત્સવ અભિયાન’ અને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા સરકારી કોલેજમાં ખાદીના પ્રચાર-પ્રસાર કાર્યક્રમનાં ભાગરૂપે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું હતું. જેમાં નિબંધ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ પોતાના ગ્રામીણ સમાજમાં ખાદીનો પ્રચાર-પ્રસાર કરે તેવી અત્રેની કોલેજ દ્વારા પહેલ કરવામાં આવી હતી.
કોલેજનો સ્ટાફ પણ વધુમાં વધુ ખાદી ઉપયોગ કરી સ્વદેશી અપનાવી દેશને આત્મનિર્ભર ભારત બનાવવા દરેક નાગરિકો પોતાનું યોગદાન આપે, તો ગાંધીજીનું સ્વપનું સાકાર થશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો. અનિલ ચૌધરી, ડો. કલ્પનાબેન પટેલે કર્યું હતું.

