ડાંગ: ગતરોજ ડાંગના સોનગીર થી સુગર ફેક્ટરી માટે મજૂર ભરી બીજા મજૂરોને લેવા જતી GJ-17-T-8647 ટ્રક આહવા નજીક આવેલ સુન્દા ગામ પાસેનાં ભયજનક વળાંકમાં પલટી જતા ગંભીર અકસ્માત થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ GJ-17-T-8647 ની ટ્રક ચાલક નશામાં ધૂત થઇ સુગર ફેક્ટરી માટે 8-9 મજુરી ભરી અન્ય મજુર ભરવા ડાંગના સોનગીર ગામના ઘાટ માર્ગેથી જઈ રહ્યો હતો ત્યારે આહવા નજીક આવેલ સુન્દા ગામ પાસે આવેલા વળાંકમાં સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક ઊડી ખીણમાં પલટી મારી ગઈ હતી. જેમાં 4 મજુરને ગંભીર ઈજા થવા પામી છે જેમને સારવાર માટે આહવા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત થતાં જ નશેબાજ ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ટ્રક છોડી ભાગી ગયો હતો. ટ્રકમાં મજુરો સાથે ઓવરલોડ લાકડાં ભરેલા હોય હતા. જીવના જોખમે મુસાફરી કરતાં આ ગરીબ લોકોની આ સ્થિતિ માટે સ્થાનિક સામાજિક આગેવાનો, નેતાઓ કે પોલીસ પણ ધ્યાન આપતી નથી એ અચરજ પમાડે છે.