સોનગઢ: 9-10 ઓકટોબરના રોજ તાપી જિલ્લાના સોનગઢ ખાતે ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી શક્તિ ટ્રસ્ટના કેમ્પસમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ત્રણ રાજ્યનાં ડાંગ, દાદરાનગર હવેલી (સેલવાસ), વલસાડ, નવસારી, સુરત, નર્મદા, તાપી નંદુરબાર, નાસિક અને બાસવાડા ૧૧ જિલ્લાના આદિવાસી સમાજનાં બુદ્ધિજીવીઓ, તજજ્ઞ, લીડરો, ચેન્જ મેકર્સ, એન્ટરપ્રિનિયરન્સ, ભાવિ યુવા વર્ગનું એક મંચ પર અદ્ભૂત સમન્વય થકી પોતાના સમુદાયમાં રહેલી સમસ્યાઓ પારખી, સમુદાય થકી તેનું નિરાકરણ અર્થે ” રીજનલ સંવાદ ” નું આયોજન થયું.
Decision News ને મળેલી માહિતી મુજબ રીજનલ સંવાદ કાર્યક્રમમાં મુખ્ય મુદ્દાઓ સ્વાસ્થ્ય, પ્રાથમિક સુવિધા કુપોષણ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી તેમજ પરંપરાગત ખેતી ની પ્રણાલી વિશેષ, આદિવાસી આર્ટ અને કલ્ચરમાં અન્ય સંસ્કૃતિનું અતિક્રમણ , આદિવાસી મહિલાઓ સ્વ સહાય જૂથ થકી સ્વમાન ભેર જીવન, આદિવાસીઓના હક અને અધિકાર, સમુદાયમાં માનવ તસ્કરી અને સ્થળાંતર,કાયદા અને સંવિધાન પર ૧૩(૩)ક પ્રમાણે રૂઢીગત ગ્રામસભા અને અનુસૂચિ-પ, ઇંગ્લીશ લો સિસ્ટમ અને નોન-જ્યુડિશિયલ સિસ્ટમ ને સંદર્ભે વિશેષ જાગૃતિઓના મુદ્દાઓ પર સંવાદ યોજાયો.
અંકિતા ટોપો મેનેજર અને આદિવાસી ઓળખ,નેહા કુમારી મેનેજર અને ટાટા સ્ટીલ ફાઉન્ડેશન , શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઇ તડવી અને સમગ્ર કેમ્પનું આયોજન ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ એસોસિયેટ જ્યોતિષ ચૌધરી ગુજરાત,મહારાષ્ટ્રના TLP લિડરો દ્રારા કાર્યક્રમ સફળ રહ્યો.

