કપરાડા: આજરોજ ડોલવણ તાલુકાના ધાણી ગામમાં આવેલી શ્રમજીવી ટ્રસ્ટ ઉત્તર બુનિયાદી શાળા,કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વલસાડના કપરાડા તાલુકાના ચેપા ગામનો 10 માં ધોરણ માં ભણતા આદિવાસી વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.

જુઓ વિડીઓ…

Decision News ને મળેલી જાણકારી મુજબ ડોલવણ તાલુકાના ધાણી ગામમાં આવેલી શ્રમજીવી ટ્રસ્ટ ઉત્તર બુનિયાદી શાળા,કુમાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વલસાડના કપરાડા તાલુકાના ચેપા ગામનો 10 માં ધોરણ માં ભણતા 15 વર્ષીય આદિવાસી વિદ્યાર્થી સંદીપભાઈ કાવજીભાઈ ડગળા લગભગ ગતરોજ રાત્રી દરમિયાન ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેને લટકેલી હાલતમાં મળશ્કે  વોચમેને જોયો હોવાની વાતો બહા આવી છે.

છાત્રાલયના પાછળના ભાગે શંકાસ્પદ હાલતમાં મળેલી સંદીપભાઈની લાશને લઈને મળી પરિવાર જનોએ લાશ લેવાની ‘ના’ પાડી દીધી છે અને શ્રમજીવી ટ્રસ્ટ ઉત્તર બુનિયાદી શાળાના વહીવટી મંડળ પર આક્ષેપ કરતાં કહ્યું છે કે અમારા દીકરા સાથે કઈક અઘટિત થયું છે. જેની તપાસ થવી જોઈએ અને જ્યાં સુધી શાળાનું ટ્રસ્ટી મંડળ તેઓનો ખુલાશો નહિ આપે અને પોલીસ છાત્રાલયના પ્રશાસન પર કાર્યવાહી ન કરે ત્યાં સુધી આમારા દીકરાનો મૃતદેહ અમે લઈશું નહિ એમ જણાવ્યું છે.