ધરમપુર: ગતરોજ માલનપાડામાં મોડેલ સ્કૂલમાં માર્ચ-2022માં એસ.એસ.સી આને એચ.એસ.સીમા પોતાના વિષયમાં 100% પરિણામ મેળવનાર શિક્ષકોના સન્માન સમારોહ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે. એફ. વસાવા સાહેબની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વલસાડ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડના સંયુક્ત દ્ધારા ધરમપુર તાલુકાના માલનપાડાની મોડેલ સ્કૂલમાં માર્ચ-2022માં એસ.એસ.સી અને એચ.એસ.સીમાં 100% પરિણામ મેળવનાર શિક્ષકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 59 શિક્ષકોના સન્માનમાં પ્રવાસી શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસગે માલનપાડા મોડેલ સ્કૂલઆચાર્ય અને શિક્ષણ જગતના વિવિધ સંઘના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા જણાવ્યું કે એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડમાં 100% પરિણામ વાળા શિક્ષકોનું સન્માનપત્ર ,મેડલ દ્વારા સાહેબના હસ્તે સન્માન થવાથી પ્રેરિત થયેલ શિક્ષકોમાં ક્રમશઃ 100% મેળવનારની યાદી લાંબી થતી ગઈ છે.