ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા તેમજ નશાબંધી અને આબકારી કચેરી વલસાડ દ્વારા “નશા મુકત ભારત અભિયાન” અંતર્ગત ધરમપુર તાલુકાની અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં જાગરૂકતા લાવવા માટે ફિલ્મ બતાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે શરાબ અને માદક દ્રવ્યોનું સેવન કરવાની કુટેવોથી સમાજ ખોખલો બને છે. સુખ-સંપન્ન કુટુંબ બરબાદ થઇ જાય છે. નશાની બદીમાં સપડાયેલ વ્યકિત પોતે તો બરબાદ થાય છે જ પણ ધીરેધીરે આખો સમાજ તેમાં ફસાઇ પડે છે. આ તમામ દૂષણોથી સમાજને બચાવવા અને લોકોમાં નશાની બદીથી થતા ગેરફાયદા સમજાવવા તેમજ કાયદાઓ અને સજા વિશે જાગરૂકતા લાવવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત તાપી ત્રણેય સંસ્થાઓ મળીને ધરમપુરના અલગ અલગ ગામડાઓમાં વિવિધ વિષય પર જન જાગૃતિના કાર્યક્રમો અને સગળતા સવાલો અને સમસ્યાઓના નિરાકરણ માટે કામગીરી કરતાં હોય છે.