પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

ડીસીઝન વિશેસ: એક ફાર્મસિસ્ટ નામ પર આજે અનેક મેડિકલ સ્ટોર ચાલે છે આ વાતને કોઈ નકારી ન શકે ? આજે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે ભાડું વસૂલતા હોય છે. આવા ફાર્મસિસ્ટ જો પકડાઈ તો અત્યાર સુધી 1 હજાર રૂપિયાનો દંડ હતો, જે દંડની રકમ વધારી હવે 1 લાખ કરી દેવામાં આવી છે.

Decision News ને મેળવેલી માહિતી મુજબ ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરતાં નવા દંડની રકમ નક્કી કરી છે જો એક ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ ભાડે આપતા પકડાશે તો 1 લાખનો દંડ થશે અને બીજીવાર નિયમનું ઉલ્લંઘન કરતાં ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા કરવામાં આવશે.

ફાર્મસી માફિયા પર અંકુશ લાવવા માટે 75 વર્ષે બાદ ભારત સરકારે જનવિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરીને કાયદો કડક કર્યો છે. હવે ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.આમ હવે ભાડે ફાર્મસી સર્ટિફિકેટ આપનારા ફાર્મસિસ્ટને આવી બન્યું એમ સમજો..!