કપરાડા: ગતરોજ કથિત કૌભાંડના નામે આપણા માનનીય સાંસદ શ્રી સંજયસિંહની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડના વિરુધ્ધમાં આજરોજ કપરાડાના આમ આદમી પાર્ટી પ્રમુખ જયેન્દ્ર ગાંવિત દ્ધારા મૌન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના કપરાડામાં આમ આદમી પાર્ટી પ્રમુખ દ્ધારા મૌન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી પ્રમુખ જયેન્દ્ર ગાંવિતે જણાવ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. આમ આદમી પાર્ટીના સાંસદ શ્રી સંજયસિંહ અને આપણી પાર્ટી દરેક મોર્ચે ભાજપના કરતુતો ઊજાગર કરી રહી છે, એટલે ભાજપ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે.
જેમાં વલસાડ જિલ્લા કક્ષાએ કોશિક ઝાખીયા, એસ.સી જિલ્લા પ્રમુખ, મહીલા જિલ્લા પ્રમુખ કોકિલા બેન શાહ. જીગ્નેશ ગોહિલ, જિલ્લા ઉપ પ્રમૂખ વિનોદ પટેલ, જિલ્લા ઉપ પ્રમુખ મહાંમત્રી શેલેષ ત્રિપાઠી, પ્રદેશના જોઇટ સેક્રેટી કેતન પટેલ, જિલ્લા મંત્રી પ્રવીણ આહીર, જિલ્લા એસ.ટી પ્રમુખ રણજીત ભાઈ, બિપીન, તુમાર, પ્રજ્ઞેશ, રાજેશ રાઉત, પંકજ પટેલ, કેતન પટેલ, વકીલ નલીમાં પંકજપટેલ, સંગીતાબેન, સંજયભાઈ, ચંદનબેન, સંજયભાઈ, મહેશ વહુત, જયેશ ચૌધરી અને તાલુકાના હોદેદારો પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.