નાંદોદ: ભાજપ રાજમાં દિવસે અને દિવસે કેમ થઇ રહ્યા છે પોલીસ દ્વારા આદિવાસી લોકો અત્યાચાર.. આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પોલિસ સ્ટેશનમા એક આદિવાસી યુવાનને બંધ કરી ઢોર માર મારવાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ શંકાના આધારે આમલેથા પોલિસે નાંદોદ તાલુકા ના રાજપરા ગામમાં જઈ આદિવાસીઓ સાથે ગેરકાયદેસર નું વર્તન કરી એક આદિવાસી યુવાન ભાવેશભાઈ તડવીને ઢોર માર મારવામાં આવ્યો  હતો. જેમને માર નો દુઃખાવો ઉપાડતા તેમને સારવાર માટે 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના ગામના વતની આદિવાસી ભાવેશભાઈ તડવીને માર મારવામાં આવ્યો છતાં નર્મદા જિલ્લા ભાજપ નેતાઓનું મૌન એક સવાલ ઉભો કરે છે.

લોકોનું કહેવું છે કે આમલેથા પોલીસની ખોટી ગેરકાયદેસરની કાર્યવાહીનો વિડિઓ લેનાર યુવાનને પણ માર મારવામાં આવ્યો હતો આ ઉપરાંત અપંગ મહિલા સહિત બે મહિલાઓની પોલિસે મહિલા કોન્સટેબલને સાથે રાખ્યાં વગર ધરપકડ કરવામાં આવી હતી. આમલેથા પોલીસે રાજપરા ગામના 11 લોકોની ધરપકડ માત્ર શંકાના આધારે કરી છે. જે મુદ્દે આજે રાજપરા નાવરા ગામ લોકોએ સામાજિક આગેવાન ડૉ પ્રફુલ વસાવાની આગેવાની નર્મદા જિલ્લા પોલીસ વડાને આરોપી પોલીસ પર તત્કાળ કાર્યવાહી કરવા ફરીયાદ આપી છે.