ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા તાલુકાના મોઝદા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી મહિલા- પુરુષ લાભાર્થીઓએ જિલ્લાના નિષ્ણાંત ડોકટરો પાસેથી તબીબી સેવાઓનો લાભ લીધો.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર દેડીયાપાડા તાલુકાના મોઝદા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ મેળાનું પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રોગ જેવા કે હાડકાના નિષ્ણાંત, માનસિક રોગના નિષ્ણાંત, આખાના રોગના નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, ચામડીના રોગોના નિષ્ણાંતોએ સેવા બજાવી હતી, આ હેલ્થ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી લાભાર્થીઓએ નિષ્ણાંત તબીબી સેવાઓનો લાભ લીધો.

આ હેલ્થ મેળામાં સામુહિક આરોગ્ય કેન્દ્રના ઈ.ચા.સુપ્રિ.ડો.વરુણ વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.દીક્ષિત તડવી અને રાજપીપલા સિવિલ હોસ્પિટલથી વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોની ટીમ હાજર રહી હતી. તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.