ધરમપુર: ધરમપુર તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ,ખોબા છેલ્લા 16 વર્ષથી સમાજ સેવા સાથે ગ્રામ ઉત્થાનના કામ કરી રહ્યું છે. આ રચનાત્મક કામગિરી સાથે જન જાગૃતિ અંગે વિવિધ યાત્રાઓ પણ કાઢવામાં આવતી હોય છે. ત્યારે ૨જી ઓકટોબર ગાંધીજીની જન્મજયંતિનાં ભાગરૂપે “લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
Decision news ને મળેલી માહિતી મુજબ આજ રોજ આવધા થી પીપરોળ વરસાદી દેવના ડુંગર સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પદયાત્રા વરસાદી દેવના ડુંગર સુધી લઈ જવાનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તામાં આવતા કુદરતી જોવા લાયક સ્થળો પર પ્રવાસીઓ દ્વારા નાખવામાં આવતા પ્લાસ્ટિકનો કચરો વણીને સાફ સફાઈ કરવામાં આવી તેમજ પિપરોળ ખાતે વરસાદી દેવના ડુંગર પર છેલ્લા ત્રણ એક વર્ષથી વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે, જેથી વધુ વૃક્ષો વાવી શકાય એ હેતુથી આજે પદયાત્રીઓ દ્વારા પૂર્ણાહુતી બાદ 2000 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
આ પદયાત્રામાં લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક શ્રી નિલભાઈ ખોબા સંસ્થાના કાર્યકરો, શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર NSS વિભાગનાં વિદ્યાર્થીઓ તેમજ મુખ્ય મહેમાન ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ સામાજિક આગેવાન ગણેશભાઈ બિરારી, સામાજિક આગેવાન કમલેશભાઈ પટેલ સહિત ધરમપુર વિસ્તારનાં યુવાનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા.

