વલસાડ: આજે વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના આયોજન અંગેની બેઠક પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બપોરે 12-30 કલાકે કલેકટર કચેરીના બીજા માળે સભાખંડમાં મળશે
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2023-24ના આયોજન અંગેની બેઠક તા. 29 સપ્ટેમ્બરના રોજ બપોરે 12-30 કલાકે કલેકટર કચેરીના બીજા માળે સભાખંડમાં વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને વન- પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળશે.
જેમાં વર્ષ 2023-24 ના વર્ષનું ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળના કામોનું આયોજન મંજૂર કરવા બાબત, વર્ષ ૨૦૨૦-૨૧, 2021-22 અને 2022-23ના વર્ષ દરમિયાન મંજૂર થયેલા કામોમાં થયેલા ફેરફારના કામોની મંજૂરીની બહાલી તથા સ્પીલ ઓવરના કામોને મંજૂરી આપવા બાબત અને વર્ષ 2022-23 દરમિયાન ન્યુ. ગુજરાત પેટર્ન યોજના હેઠળ મંજૂર થયેલા બાકી કામોની સમીક્ષા કરવામાં આવશે.