ધરમપુર: પ્રવાસ વિષય ઉપર પુસ્તક લખનાર દેશની સૌથી પહેલી મહિલા “” ધરમપુર સ્ટેટના રાજા શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી ના રાજકુમારી અને ગોંડલ સ્ટેટના રાજવી શ્રી ભાગવતસિહજી ના રાણી ‘નંદકુંવર બા’ એમ માનવામાં આવે છે.
નિમેષ ભટ્ટ જણાવે છે કે પ્રવાસ વિષય ઉપર પુસ્તક ” ગો મંડળ પરિક્રમ “લખનાર ધરમપુર ના રાજકુમારી નંદકુંવરબા ”
ધરમપુર સ્ટેટના રાજવી તથા ધરમપુર માં 1886 માં લાઇબ્રેરીની સ્થાપના કરનાર શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજીના રાજકુમારી અને ગુજરાતી ભાષાની ગીતા સમાન ‘ ભગવદ ગો મંડળ ‘ ના રચાયેતા ગોંડલ સ્ટેટના રાજવી મહારાજા ભગવતસિંહજીના રાણી નંદ કુંવરબાએ સને 1902માં પ્રવાસ ઉપર ‘ ગો મંડલ પરિક્રમા ‘ નામનું પુસ્તક લખ્યુ હતું જેમાં ઘણા દેશોના પ્રવાસ કરી એ દેશોની સારા પ્રવાસ સ્થળો ની વિગતો લખી હતી. પ્રવાસ વિષય ઉપર પુસ્તક લખનાર પ્રથમ તેઓ ભારતીય મહિલા હતી.
આ પુસ્તક ખૂબ દુર્લભ્ય છે આ પુસ્તક ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં રેફેન્સ વિભાગ મા છે. ગોંડલ સ્ટેટ ના રાજવી એ ગુજરાતી ભાષા નો સૌથી મોટો શબ્દ કોષ ” ભાગવત ગો મંડળ ” લખ્યો. જેની પ્રેરણા લઈ ને જ નંદ કુંવર બા એ પ્રવાસ ઉપર પુસ્તક લખ્યું હતું. ગોંડલ સ્ટેટ ના મુખ્ય રાણી નંદ કુંવરબા ધરમપુર ના રાજકુમારી હતા જે ધરમપુર માટે ગૌરવ કહેવાય.

            
		








