ધરમપુર: વર્તમાન સમયમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને અન્ય મુદ્દાઓ સાથે ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા નીચે બેસીને વિરોધ કરવામાં આવ્યો હતો.

Decision News સાથે વાત કરતાં કલ્પેશ પટેલ જણાવે છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે લાખો રૂપિયા ખર્ચીને M.A B.AD થયેલા યુવાનોને જ્ઞાન સહાયક યોજના હેઠળ નોકરી આપવાની વાતો થાય છે ત્યારે મારે એમ કહેવું છે કે ખરેખર તો MP/MLA/ જિલ્લા/તાલુકા સભ્યોને પણ 11 માસ કરાર આધારિત રાખવા જોઈએ ત્યારે ભાન આવશે. હું આ જ્ઞાન સહાયક યોજનનો સખ્ત શબ્દોમાં વિરોધ કરું છું અને મેં આજે કારોબારી સભામાં નીચે બેસી વિરોધ નોંધાવ્યો છે.

આ ઉપરાંત ધરમપુર તાલુકા પંચાયત હસ્તક ચાલતી દુકાનો અંગે, નરેગા યોજનામાં 2020/21 માં 4500 રૂપિયા કુવા માટે ભરાવ્યા હતા અને આજદિન સુધી મંજૂરી આપવામાં આવી નથી જેવા મહત્વના મુદ્દાઓ અંગે કારોબારી બેઠકમાં રજુવાત કરવામાં આવી હતી.