નવસારી: હાલમાં નવસારી કાંઠા વિસ્તારમાં ઝીંગા વેપાર બહોળા પાયે થવા લાગ્યો છે ત્યારે ઝીંગામાં થતા વ્હાઈટ સ્પોટ સહિતના રોગોને કારણે ઝીંગા ઉછેરતા ખેડૂતોના ખર્ચાઓ વધી રહ્યા છે અને આવકમાં વધારો ન થતા નુકશાન ભોગવવાનો વારો આવે છે જેને લઈને સરકાર પાસે આ ખેડૂતો કોઈ યોજનાકીય લાભની અપેક્ષા રાખી રહ્યા છે. 

Decision News એ મેળવેલી માહિતી મુજબ છેલ્લા થોડા વર્ષોમાં નવસારીના કાંઠા વિસ્તારમાં ઘણાં ઝીંગા તળાવો બન્યા છે જેમાં એક વેનામી અને બીજા ટાઈગર. એમ બે પ્રકારના જેમાં ઝીંગા થાય છે. આમાં ટાઈગર ઝીંગાના ભાવ ઉંચા રહે છે. વેનામી ઝીંગામાં વ્હાઈટ ગટ અને રનિંગ મોર્ટાલીટી નામના રોગ અને સ્ટ્રોંગ ગણાતા ટાઈગર ઝીંગામાં ઝડપથી ફેલાતા વાયરસજન્ય વ્હાઇટ સ્પોટ રોગ થાય છે જેને લઈને ઝીંગા ઉછેરતા કાંઠાના ખેડૂતોને લાખોનું નુકશાન થાય છે.

એવું કહેવામાં આવે છે કે 1 થી 2 મહિનાનો વધુ સમયમાં તૈયાર થતાં ઝીંગા પ્રતિ કિલો ઝીંગાના ખર્ચ 300 રૂપિયા જેટલો હોય છે અને વેપારીઓ વેનામીના 320 થી 350 રૂપિયા ભાવ આપે છ. જ્યારે પહેલાં ટાઈગર ઝીંગાના 800 રૂપિયા સુધીના ભાવ મળતા હતા પણ આજે 480 થી 550 રૂપિયા મળતા ખર્ચ સામે પોષણક્ષમ ભાવ મળતો નથી. આમ ખેડૂતને આર્થિક નુકશાની થતી હોય છે.