મહારાષ્ટ્ર: હાલમાં જ ભાજપના પ્રદેશ મહારાષ્ટ્રના પ્રમુખ ચન્દ્રશેખર બાવનકળેએ પક્ષના એક કાર્યક્રમમાં કાર્યકરોને એવી ખુલ્લેઆમ સૂચના આપી કે તમે પોતપોતાના વિસ્તારોમાં પત્રકારોને ધાબાં પર લઈ જાઓ અને ખવડાવો પીવડાવો જેથી તેઓ આપણી પાર્ટી માટે નેગેટિવ સમાચારો ન લખે.

Decision News ને મળેલી માહિતી મુજબ બાવનકુળે વધુમાં જણાવ્યું કે તમારા વિસ્તારોમાં પત્રકારોને ધાબાં પર લઈ જાઓ અને ખવડાવો પીવડાવો જેથી તેઓ આપણી પાર્ટી માટે નેગેટિવ સમાચારો ન લખે. ભાજપ પક્ષ તથા પીએમ નરેન્દ્ર મોદી માટે નેગેટિવ લખતા પત્રકારોની યાદી બનાવવા તથા તેમની હિલચાલ પર નજર રાખવાનું કહ્યું છે. કાર્યકોરને મીડિયાને કેવી રીતે હેન્ડલ કરવું તે જણાવ્યું હતું અને પક્ષ વિશે પત્રકારો પોઝિટિવ સમાચારો જ લખે તે કેવી રીતે સુનિશ્ચિત કરવું તેની ટીપ્સ પણ આપી હતી.

તેમણે કહ્યું કે પત્રકારોની એક યાદી બનાવો, તેમને ચા પીવા બોલાવો. જેથી તેઓ આપણું નેગેટિવ લખતા બંધ થાય. તમારાં બૂથમાં પાર્ટી વિશે પોઝિટિવ માહોલ બનાવવો જોઈએ. આ વાક્યથી ભારે ચકચાર મચી જવા પામી છે.વિપક્ષોએ કહ્યું કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલાં પત્રકારોને લોભ લાલચ આપવા કે ડરાવવાધમકાવવાના પ્રયાસ કરે છે.