ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા ફૂંલવાડી ગામની આદિવાસી બહેનનું 09 ઓગસ્ટ 2023 ના દીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ધરમપુરના ડૉ.કેના અને ડૉ.નીલમ ની બેદરકારીના કારણે મૃત્યુ થયું હતું અને બે નાની બાળકીઓ સ્વરા અને સાવ્યા નામની બાળકીઓએ માતા ગુમાવી હતી પણ સમાજ એને પડખે ઉભા રહ્યાનો ઉદાહરણ સામે આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ આદિવાસી ગરીબ પરિવાર પાસે બાળકીઓને દૂધના પીવડાવવા રૂપિયા ન હોવાની વાત સામે આવતા ભેંસદરા ગામના સ્થાનિક આગેવાન ટીફૂભાઈ, ફૂલવાડી ગામના આગેવાન કૃણાલ ભાઈ, અને કિરીટભાઈ વાંકલ ગામના આરોગ્ય કર્મચારીએ એક પહેલ કરી હતી અને જેના ભાગરૂપે 37,300/- જેટલા રૂપિયા ભેગા થઇ ગયા હતા જે રૂપિયા આજરોજ નાની દોઢ મહિનાની સ્વરા અને સાવ્યા ને ની કાળજી રાખનાર પરિવારને આપવામાં આવ્યા છે.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ જણાવે છે કે સમાજમાં આ બે બાળકીઓના બહેતર જીવન માટે કરાયેલી આ પહેલ અને પહેલામાં સહકાર આપનાર તમામ દાતાઓનો આભાર માનું છું અને આવનારા સમય આ પ્રકારની મદદથી સમાજ ઉત્થાનના કાર્યોમાં યુવાઓ આગળ આવે એ જરુરી બન્યું છે.