કપરાડા: કપરાડા તાલુકા કક્ષામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિવિધ પાંચ વિભાગો પાડવામાં આવ્યા હતા. જેમાં 50 જેટલી શાળાઓ દ્વારા બાળકોએ શિક્ષકોના માર્ગદર્શનમાં તૈયાર કરેલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. દરેક સ્કૂલના બાળકો દ્વારા રજુ કરવામાં આવેલી કૃતિએ બાળ વિજ્ઞાન મહોત્સવમાં સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમાં શરીર માટે જરૂરી ભોજનમાંથી મળતા પોષક તત્વો કયા ધાન્યમાંથી મળી શકે તે અંગેની ઝીણવટભરી માહિતી આપી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મોટાભાગની કૃતિઓમાં સમાજ ઉપયોગી, ટેકનોલોજી આધારિત સાધન અને આરોગ્યને મુખ્ય પ્રધાન્ય આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના G20 અંતર્ગત રજૂ કરવામાં આવેલા મીલેટ મહોત્સવને લઈને પણ કેટલીક કૃતિઓ રસપદ જાણકારી સાથે રજૂ કરવામાં આવી હતી.
જુઓ વિડીઓ…
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી પ્રતિભાશાળી શક્તિઓ બહાર આવે અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સમાજ માટે ઉપયોગી બને એવા ઉમદા હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટનમાં તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલા, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ રાઉત અને તાલુકા વિકાસ અધિકારી સંદીપભાઈ ગાયકવાડ તેમજ મોટી સંખ્યામાં વિવિધ સીઆરસી અને બીઆરસી કોર્ડીનેટરો શિક્ષકો તેમજ સંઘના શિક્ષકો હાજરી આપી હતી.