કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના વડોલી મૂળગામમાં આવેલાં કૂવામાં દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની હતી જેની જાણ થતા સ્થાનિકો થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર ઘટના વિષે વન વિભાગને જાણ કરતાં વન કર્મીઓ આવી ગયા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકાના વડોલી મૂળગામ કલીબેન ચૌધરીના જમીનના કૂવામાં દીપડો કૂવામાં ખાબક્યો હતો. દિપડો કૂવામાં ખાબકયાની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા દિપડો ખાબક્યાની જાણ વન વિભાગને કરતા વન કર્મીઓ પણ બચાવ કામગીરી માટે આવી દોડી આવ્યા હતા.

વન વિભાગ દ્વારા દિપડાને બચાવાની કામગીરી દોરડાને બાંધી ખાટલો કુવાના પાણીમાં ઉતારવામાં આવ્યો હતો પણ ડીંડો તેના પર ન આવતાં સીડી મુકવામાં આવી ત્યારે દીપડો સીડીના સહારે બહાર આવ્યો અને જંગલમાં નાસી ગયો હતો. આમ ભારે જહેમત બાદ દિપડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.