વાંસદા: સામાન્ય રીતે સાપ જેવા અન્ય પ્રાણીઓ ખેતરમાંથી નીકળી આવતા હોય છે. ત્યારે ગતરોજ વાંસદાના રાણી ફળિયા ગામના સરપંચ બાબુભાઈ પટેલના ઘરેની આસપાસ ફરતો 6 ફૂટ જેટલો મહાશય અજગરને ઘરના માલિક અને સાપ પાડવાની ટીમે અજગરને રેકસ્યૂ કરવામાં આવ્યું હતો.

DECISIN NEWS ને જાણકારી મળેલી મુજબ ગતરોજ વાસદાના રાણી ફળિયા ગામમાં સાંજે 8 વાગ્યા પછી મહાશય અજગર દેખાતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનો આસપાસના ફળિયામાંથી દોડી આવ્યા હતા. જોકે બાદમાં સાપ પકડવાની ટીમ અને રાણી ફળિયાના સરપંચ બાબુભાઈ, અંકિત ભાઈ, વિશાલ હળપતિ અને જનકભાઈ દ્વારા મહા મહેનતે અંદાજીત ૬ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરીને થેલીમાં પુરી સુરક્ષિત જગ્યાએ છોડયો હતો.

આ ઘરમાં ઘુસેલા અજગરને પકડવા માટે રેસ્ક્યુ ટીમને ૨ થી ૩ કલાક સુધી મથામણ લાગી હતી ત્યાર બાદ રેસ્ક્યુ કરી પકડીને ઘરથી દુર સુરક્ષિત જગ્યાએ છોડી દેતા પરિવાર સભ્યો અને આજુબાજુના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.