આહવા: ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગીકી વિભાગ, ગુજરાત સરકારની ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરીત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંદ્ર-ડાંગ દ્વારા ‘આરોગ્ય અને સુખાકારી માટે ઈકો સિસ્ટમની સમજણ’ થીમ આધારીત જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ-૨૦૨૩નો કાર્યક્રમ યોજાયો હતો.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ આ કાર્યક્રમના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ પેઝેન્ટેશન કરવામા આવ્યુ હતુ. સરકારી માધ્યમિક શાળા, આહવાના પાંચ પ્રોજેક્ટસને રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ-૨૦૨૩ માટે પસંદ કરવામાં આવી છે. પસંદગી પામેલ વિધ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ મહેમાનો દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમ ગુજકોસ્ટ, ગાંધીનગર તરફથી પરીક્ષક તરીકે પધારેલ નવસારી જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર શ્રી મિહિરભાઈ કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. નિર્ણાયકની ભુમિકા એન.સી.એસ.ટી.સી. નેટવર્ક ડાંગ જિલ્લા એકેડેમિક કોઓર્ડીનેટર શ્રીમતિ બિજુબાલાબેન એ.પટેલ, સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા, આહવા, અને શ્રી ઘેલાભાઇ કે.પટેલ, નવજ્યોત હાઇસ્કુલ સુબીર દ્વારા ભજવવામાં આવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન કોઓર્ડીનેટર શ્રી રતિલાલભાઇ સુર્યવંશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સાયન્સ કોમ્યુનિકેટર શ્રી સંજયભાઇ બાગુલ દ્વારા સહભાગીઓ તેમજ નિર્ણાયકશ્રીઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

