વલસાડ: ગતરોજ તિરુચિરાપલ્લીથી શ્રીગંગાનગર જઈ રહેલી હમસફર એક્સપ્રેસના પાવર કોચમાં વલાસાડ રેલવે સ્ટેશનની પાસે આગ લાગવાની ઘટના બનવા પામી હતી જેમાં ટ્રેનમાંથી ચેઇન પુલિંગ કરીને મુસાફરો ઊતરી હોવાના કારણે કોઈ જાનહાની થઇ ન હતી.

Decision News ને મળેલી વિગતો મુજબ ‘હમસફર એક્સપ્રેસ ટ્રેન’ વલસાડ સ્ટેશન પાસેથી પસાર થઇ તે સમયે પાવર કોચમાં ધૂમાડો જોવા મળ્યો અને B-1 કોચના મુસાફરોને બળવાની ગંધ આવી હતી તેના થોડા જ વખતમાં આગની જ્વાળાઓ દેખાવા લાગી એટલે મુસાફરોએ ચેઇન પુલિંગ કરી નીચે ઉતારી ગયા હતા. આગની ઘટનાની જાન થતાં જ વલસાડ પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પોહ્ચીને આગને બે કલાકની મહામહેનતે કાબુમાં લાવી શકી હતી.

આ ટ્રેનની આગની ઘટનામાં પોતાનો માલસામાન ગુમાવી ચૂકેલા સવાર મુસાફરો રેલવેની બેદરકારીથી આગ વધુ ફેલાઇ ગઈ હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે રેલ્વે તંત્ર આવનારા સમયમાં આ ઘટનાને લઈને શું કાર્યવાહી કરે છે તે જોવું રસપ્રદ રેહશે.