નર્મદા ડેમમાંથી પાણી છોડવાના લીધે નર્મદાનાં કાંઠાના ગામોમાં 10 થી 15 ફૂટ પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને હવે પાણી ઓસરવાની સાથે જ ભાજપના અને ક્રોગ્રેસના નેતાઓ પડીતોનું મુલાકાત માટે આવતાં લોકોએ તેમને રસ્તા પરથી ભગાડ્યા હતા.
નર્મદા નદીના પુરના પાણી ભરાવવાના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. ત્યારે પહેલા કુંવરજી બાવળિયા, ઈશ્વરસિંહ પટેલ અને ગતરોજ નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ ગ્રામજનોને સાંત્વના આપવા ગયા હતા. તો ગ્રામજનો એ ગાડીમાંથી ઉતરવા જ ના દીધા. તમે વોટ લેવા જ આવો છો. કાલે કોંગ્રેસના લોકો આવ્યા હવે તમે આવ્યા એમ ગ્રામજનો એ ધારાસભ્યને ઉગ્ર સ્વરૂપે કહ્યું હતું.
ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પણ ગ્રામજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ લોકોનો આક્રોશ જ એટલો હતો કે આ રોષનો ભોગ બન્યા ધારાસભ્ય અંતે ધારાસભ્ય ગામની વિઝિટ કરવાનું છોડી પરત ફરવાની નોબત આવીના દ્રશ્યો સામે આવ્યા હતા.