નર્મદા: સરદાર સરોવર માંથી નર્મદા નદીના જળસ્તર વધ્યા બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થતા નદી કાંઠા વિસ્તારોમાં ભારે તારાજી થવા પામી હતી. નર્મદા નદીમાં અચાનક જ રાત્રિના સમયે જળ સ્તર વધતા નર્મદા જિલ્લાના કેવડીયા થી ભરૂચ-અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશી જતા લોકો પારાવાર મુશ્કેલીમાં મૂકાયા હતા.

જુઓ વિડીઓ…

DECISION NEWS ને માહિતી મળેલ મુજબ આ ભયાનક સ્થિતીમાં નર્મદા નદીના જળ સ્તર ઘટ્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ સુધરી હતી. પરંતુ પાણી ધુસી જવાના પગલે લોકોની ઘર વખરી, ખેતીમાં લાખો રૂપિયાનું નુક્શાન થયું છે, સાથે જ નદી કાંઠે આવેલા પૌરાણીક મંદીરો, ઘરો ધરાશાય થઈ ગયા હતા અને પાલતુ પશુઓના પણ મૃત્યુ પામ્યા હતા, આ સ્થિતિ અંગેનો ચિતાર મેળવવા હવે રાજકીય નેતાઓએ નર્મદા જિલ્લા સહિતના વિસ્તારોમાં ધામા નાંખવાના શરૂ કર્યા છે. ત્યારે આજે નર્મદા જિલ્લના ભાજપના નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ નર્મદા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તે વેળાએ સિસોદ્રા ગામમાં સ્થાનિકોના આક્રોશનો ભોગ ધારાસભ્યને બનવું પડ્યું હતું.

સિસોદ્રા ગામના લોકોએ ડો.દર્શનાબેનની ગાડીનો ઘેરાવો કરી ગાડી માંથી નીચે પણ ઉતરવા નથી દીધા અને લોકોએ કહ્યું, તમે વોટ લેવા જ આવો છો કાલે કોંગ્રેસના લોકો આવ્યા, એટલે આજે તમે દોડી આવ્યા છો એમ ગ્રામજનો એ ધારાસભ્યને સંભળાવી દીધું હતું. તમારા 5 થી 10 હજાર થી અમારું કશું થવાનું નથી તમે પાછા જાવ, અમારે લાખો રૂપિયાનું નુક્શાન થયું છે. જ્યારે લોકોની સ્થિતિ ખરાબ હતી, ત્યારે કોઈ ન આવ્યા અને આજે 4 દિવસે ગ્રામજનોને સાંત્વના આપવા આવી ગયા. તામરી કોઈ જરૂર નથી. અમારા ગામમાં થી ચાલ્યા જાવ અમારે તમારા આશ્વાસનની કોઈ જરૂર નથી.