ડાંગ: ગતરોજ સાપુતારા આઇસર ટેમ્પો માલેગામ ઘાટમાર્ગમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયા હતો. આઇસર ટેમ્પાને ઘાટમાં અકસ્માત નડ્યો હતો.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આજરોજ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ આઇસર ટેમ્પો (નં. MH -15-JC-1667) અકસ્માત નડ્યો હતો. પલટી જતા ટ્રક માલિક સહિ‌ત ખેડૂતને આર્થિ‌ક નુકશાન વેઠવાની નોબત ઉભી થઈ છે. ટામેટા ભરેલી ટ્રક પલટી જતાં હજારો રૂપિયાનું નુકસાન થયું હતું.

માર્ગ અને મકાન વિભાગે તાજેતરમાં જ આ માર્ગને પહોળો કર્યો હતો. છતાં આ વિસ્તારમાં જ વધુ અકસ્માત સર્જા‍તા વાહનચાલકોમાં અચરજ સાથે ભયનો માહોલ સર્જા‍યો છે. માર્ગ અને મકાન વિભાગ આ તીવ્ર વળાંકને કાપી સરળ બનાવવા નક્કર પગલાં ભરે એવી માગ ઉઠી છે.