પંચમહાલ: ગતરોજ કાલોલ તાલુકાના કણેટિયા ગ્રામ પંચાયત તલાટી 3500ની લાંચ લેતા વિઠ્ઠલભાઈ ઘનશ્યામભાઈ સોલંકી,તલાટી કમ મંત્રી, વર્ગ-૩ACBના છટકામાં સપડાયો હતો.

Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગતરોજ ફરીયાદીએ બે નવીન મકાનોનું બાંધકામ કરેલ, જે મકાનોના બાંધકામ પુર્ણ થતાં મકાનોની આકારણી કરી રજીસ્ટરે નોંધ કરાવવા ગ્રામ પંચાયતના તલાટી વી.જી.સોલંકીને ગતરોજ પંચાયત ઓફીસે મળતા તેમણે બન્ને મકાનોનો વેરો ભરવા પડશે તેમ જણાવતાં ફરીયાદીએ રૂ.૧૦૦૦/- આપેલા હતા. પરંતુ આરોપીએ બન્ને મકાનોની આકારણીના રૂ.૭૦૦૦/-આપવા પડશે તેવુ જણાવ્યુ હતું. તા.૧૩/૦૯/૨૦૨૩ના રોજ આરોપીએ ફરીયાદીને ફોન કરી બોલાવી રૂબરૂ મળી લાંચના નાણાંની માંગણી કરતાં ફરીયાદીએ રૂ.૩૫૦૦/- આપેલ અને બાકીના રૂ.૩૫૦૦/- તા.૧૯/૦૯/૨૦૨૩ના રોજ આપવાનો વાયદો ક્યો હતો.  જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કયું હતું.

આ કામના આરોપીએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૩૫૦૦/- લાંચની માંગણી કાલોલ મલાવ ચોકડીએ ચા-નાસ્તાની દુકાને લાંચની રકમ લઈ ફરીયાદીને બોલાવ્યો હતો, જ્યાં ACB એ છટકું ગોઠવી તલાટી કમ મંત્રીને ઝડપી પાડ્યો હતો.