ડાંગ: આજરોજ ડાંગ જીલ્લામાં R.T.I. માં અધિકારીશ્રી દ્વવારા આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીની અમૃત સરોવર યોજના વિષે સાચી માહિતી આપવા તેમજ ખોટી માહિતી આપનાર આધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે મનીષ મારકણા દ્વારા ડાંગના કલેકટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જીલ્લો સંપૂર્ણ આદિવાસી જીલ્લો છે. અને ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજ ભોળો સમાજ છે. ત્યારે અહીંના અધિકારીશ્રીઓ આ ભોળાપણનો લાભ લઈ ડાંગ જિલ્લામાં ખુબજ મોટા પાયે ભ્રસ્ટાચાર કરી રહ્યાં છે. જેથી અમો જાગૃત નાગરિક તરીકે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી સાહેબનો ડ્રિમ પ્રોજેક્ટ અને આઝાદીના (75) વર્ષ પૂર્ણ થવાથી વડાપ્રધાનશ્રી દ્વારા સમસ્ત ભારતમાં અમૃત સરોવર બનવવા માટેનું આયોજન તેમજ અન્ય સુવિધાઓ કરવામાં આવ્યુ હતું જેની સંમ્પુર્ણ માહિતી સરકારશ્રી ની વેબસાઈટ પર ઓનલાઇન છે. જેમાં ડાંગ જીલ્લા માં (84) તળાવો ની મંજૂરી આપી કમ્પ્લીટ થઈ ગયા છે તેવું ઓનલાઇન વેબસાઈટ પર બતાવે છે જયારે આમો જોયુ તો અમોએ તપાસ કરી પણ આવું કોઈ તળાવો કે અન્ય સુવિધાઓ નથી જેથી અમોએ ડાંગ જીલ્લાના ત્રણેય તાલુકા સુબીર, વઘઇ, આહવા માં RTI કરેલ તેમાં એક સરખા મુદ્દા લખેલ હતા જેમાં અમોને આ પ્રમાણે માહિતી આપેલ અને ઓનલાઇન આહવા તાલુકામાં (34) બતાવેછે અને માહિતી (10) તળાવો ની આપેલ અને પેજ (35) આપેલ છે. અને વઘઇ તાલુકામાં ઓનલાઇન (23) તળાવો બતાવે છે અને માહિતી (6)તળાવોની આપેલ અને પેજ અંદાજે (30) આપેલ છે. અને સુબીર તાલુકામાં ઓનલાઇન (17) તળાવો બતાવે છે. અને (24) માંથી (11) તળાવોનું કામ કરેલ છે જેમાં પેજ 832 જણાવેલ છે. અને બાકીના (13) તળાવોનું કામ અન્ય ખાતા માં થયેલું છે એવુ બતાવે છે. તો સરકારની યોજના એક માહિતી ના મુદ્દા એક અને ડાંગ જીલ્લો એક અને તેના ત્રણ તાલુકા એમાં અમૃત સરોવર ની માહિતી બાબતે અલગ અલગ ભેદભાવ કેમ ? તો શું
આધિકારીઓને આ યોજનાઓ વિશે કઈ ખબર નથી કે?? અને શુ કામગીરી કરવાની ખબર નથી કે?? અને આ બધું જોતા એવુ લાગે છે આ યોજનામાં ખુબજ મોટા પાયે ભ્રસ્ટાચાર થયો છે. તે સાબિત થતું છે. એકપણ તાલુકાની માહિતી એક બીજા તાલુકા સાથે મેચ નથી થતી તો આપ સાહેબ ને નમ્ર વિનંતી છે કે ડાંગ જીલ્લામાં અધિકારીશ્રી દ્વારા RTI ના નિયમો ભંગ કરી ખોટી માહિતી આપી લોકોને ગેરમાર્ગે દોરી રહિયા હોય તેવું લાગી રહીયુ છે જેથી આપ સાહેબ ને નમ્ર વિનંતી કે આ બાબાત ની ફરિયાદ કરીએ છે. કે આ અમૃત સરોવર ની તપાસ કરી અમોને સાચી માહિતી મળે તેવી આપ સાહેબ ને નમ્ર અરજ છે અને આવી ખોટી માહિતી આપનાર આધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા છે.

