ડાંગ: ‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમના બીજા ચરણમાં ડાંગ જિલ્લાની ગ્રામ પંચાયતોમા ‘કળશ યાત્રા’ નું આયોજન કરવામા આવી રહ્યુ છે. જેમા ગતરોજ લિંગા ગ્રામ પંચાયતમા કળશ યાત્રા યોજાઇ હતી.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આ કાર્યક્રમ અંતર્ગત લિંગા ગ્રામ પંચાયત દ્ધારા આયોજન કરવામાં આવ્યું હતું. અને ગામડાઓના વિવિધ ઘરોમાંથી માટી એકત્ર કરવામા આવી હતી. તેમજ લોકોમા ‘મેરી માટી-મેરા દેશ’ કાર્યક્રમની જાગૃતિના ભાગરૂપે રેલી આયોજિત કરવામા આવી હતી.

આ ક્રાર્યક્રમમા માજી સરપંચ શ્રી. સૂર્યવંશી સુમનભાઈ ફુલસિંગભાઈ, ઉપ સરપંચ શ્રી રેખાબેન અંબાદાસભાઈ દળવી, પ્રા.શાળાના મુખ્ય શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ પટેલ, તલાટી કમ મંત્રી શ્રીમતી રજનીબેન, આરોગ્ય વિભાગના સ્ટાફ, તેમજ ગ્રામ પંચાયતના અને ગામના તમામ આગેવાનો મોટી સંખ્યામા જોડાયા હતા.