ઉમરપાડા: ગતરોજ કેવડી ખાતે આવેલ શ્રી કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, કેવડી ખાતે અભ્યાસ કરતી રીપંલબેન આસુભાઇ વસાવાએ દુપટ્ટો પંખા સાથે બાંધીને ગળે ફાંસો ખાઇને જીવન ટુકાવ્યું.
Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા,કેવડી ખાતે અભ્યાસ કરતી રીપંલબેન આસુભાઇ વસાવા ઉંમર ૧૬ વર્ષ હાલ ધો. ૧૧ માં અભ્યાસ કરતી હતી. decision newsને હોસ્ટેલમાં ની જાણકારી મળી તે મુજબ રીપંલની તબિયાત સારીના હતી અને તેમણે તેના ઘરે ફોન કરીને વાત કરી હતી તે દરમ્યાન તેમણે બે દિવસ પછી લેવા માટે આવીશું એવું જણાવ્યું હતું. તે બાબત થી માઠું લાગી જતાં તણે હોસ્ટેલમાં રહેતી છોકરીઓ જમવા માટે ગઇ હતી. તે અરસામાં તેમણે દુપટ્ટો પંખા સાથે બાંધીને ગળે ફાંસો ખાઇ ને જીવન ટુંકાવ્યું. હાલ સ્થિતિએ વિધાર્થીઓને જે માનસિક સંતુલન ગુમાવી ને ઘરનો સંપર્ક કર્યો છતાં તેમણે હાલ બીમાર હોવા છતાં મને કોઇ લેવા માટે કેમ ના આવ્યું? અથવા શ્રી કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, કેવડી દ્રારા વિધાર્થીનીને અન્ય કારણો જવાબદાર તે અંગે ઉમરપાડા પોલીસ તપાસ કરી રહી છે.
હાલ ઉપરપાડા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આધારે કાર્યવાહી હાથ ધરાશે. આજ શાળામાં ગઇ વર્ષ દરમ્યાન વિધાર્થી જંગલ માંથી મૃત અવસ્થામાં મળી આવ્યું. તો સંપુર્ણપણે ચુસ્ત પણે તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ જવું રહ્યું.

