છોટાઉદેપુર: ગતરોજ નસવાડીમાં ભજીયામાંથી કોકરોચ નીકળ્યો છે. તેમાં જય ભવાની ફરસાણ માર્ટનો આ બનાવ છે. ભજીયામાંથી કોકરોચ નીકળતા ગ્રાહકોમાં રોષ છે. તેમજ નાસ્તાની ગુણવતા પર અનેક સવાલ ઉઠ્યા છે.

જુઓ વિડીઓ..

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગતરોજ નસવાડી ટાઉનની જય ભવાની ફરસાણ માર્ટની દુકાનમા ભજીયાની વાનગીમાંથી મોટો કોકરોચ નીકળતા ગ્રાહકોમાં રોષ છે. દુકાનદાર ને જણાવ્યું હતુ કે દુકાનદારે પોતાની ભૂલ પર પરદો મુકવા માટે ગ્રાહક સાથે સમાધાનની વાત કરતા જાગૃત યુવાને વિડિઓ બનાવી સોસીયલ મીડિયામા વાઇરલ કરતા લોકો દુકાન પર પહોંચ્યા હતા. અને દુકાન માલિકને આ અંગે પૂછતાં યોગ્ય જવાબ મળ્યો નથો જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોય એવુ જણાયું હતુ.

નાસ્તાની ગુણવતા પર પ્રશ્નો ઉઠ્યા છે. ગ્રામ્ય વિસ્તારની ફરસાણની દુકાનોમા ફૂડ વિભાગ વાની તસ્દી પણ લેતા નથી. જેમાં ભર બજારમાં ચાલી રહેલ કરસાણની દુકાન પ્રખ્યાત હોય ત્યાં દરરોજ હજારો ગ્રાહકો ફરસાણની દુકાનમાંથી નાસ્તાની ખરીદી કરે છે. ત્યારે આ રીતે લોકોના સ્વાસ્થય સાથે નફાની લાલચમાં ક્યા સુધી આ વેપારીઓ ગંદકીની જગ્યા પર ખાધ વસ્તુઓનું વેચાણ કરતા રહે છે.