ડાંગ: ગતરોજ ભેસકાતરી થી ઝાવડા તરફ જામુનપાડા પાસે ડ્રોન સર્વે વાળી ટીમ સર્વે કરી રહ્યા હતા. ત્યારે સ્થાનિક યુવાનો દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અધિકારીઓએ કોઇપણ જાતની જાણ કર્યા વિના જ ગામમાં ઘુસી જઇ માપણી શરૂ કરી દેતા લોકોમાં રોષ ભભૂક્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ જામુનપાડા પાસે ડ્રોન સર્વે વાળી ટીમ સર્વે કરી રહ્યા હતા તે ગામના આગેવાન નરેશભાઇને ખબર પડતાં મુકેશભાઇનો સંપર્ક કરી સ્થાનિક યુવાનો દ્વારા તપાસ કરતા ડ્રોન સર્વે વાળી ટીમને ભાગી જવું પડ્યું હતું. ડ્રોન સર્વે વાળી ટીમને સ્થાનિકોને સાથે કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના જ જમીન માપણી શરૂ કરી દેતા લોકોમાં ભારે કચવાટ શરૂ થઇ ગયો છે. અગાઉ જ્યારે બુલેટ ટ્રેનના નામે સર્વે કરવા આવેલા તેમણે જણાવ્યુ હતું કે આ હવાઈ સર્વે માટે પોઇન્ટ નક્કી કરીએ છીએ જે આજે સાર્થક થઈ રહ્યું છે.

ગામના આગેવાન મુકેશભાઇએ જણાવ્યું કે ઘરે બેસીને વિરોધ કરશો તો ડેમનું પાણી ઘર સુધી આવતા વાર નહિ લાગે જે કઈ પાર્ટી વાળાનું કયા, ધર્મ વાળાનું, કઈ જાતિ વાળાનું, અમીર નું કે ગરીબનું, ઘર છે તે નહિ જોય બધાના ઘરમાં ઘુસશે જે અટકાવવું હોય તો ઘરની બહાર નીકળો કોઈ બચાવવા નથી આવવાનું આપણો બચાવ આપણે સ્વયં કરવાનો છે.