વાંસદા: ગતરોજ નવસારીના વાંસદા તાલુકામાં ભાજપ યુવા મોરચા નવસારીના ઉપ પ્રમુખ ડો. વિશાલ પટેલ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નાં જન્મદિવસ પશુઓનનો ચારો વેચી ગુજરાન ચલાવતી આદિવાસી મહિલાઓને સાડી આપીને ઉજવણી કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વાંસદા તાલુકા ભાજપ દ્વારા નેશનલ 56 ધરમપુર વાંસદા રસ્તા પર લીલો ઘાસનો ચારો વહેચતા બહેનોને સાડીનું વિતરણ કરી તેમની મુશ્કેલીઓથી વાકેફ થઇ તેમના નિરાકરણ માટે પ્રયાસ કરવા માટે મોદી સાહેબ દીર્ઘાયુ બને એવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાંગી હોટલના સંસ્થાપક ભુપેન્દ્રભાઈ અને ભાજપના અગ્રણી બિપીનભાઈ માહલા ઉપસ્થિત રહ્યા હતા.

ડો. વિશાલ પટેલ જણાવે છે કે પ્રધાનમંત્રી મોદીનું સપનું છે કે સેવાકાર્યનો સંદેશ જન-જન સુધી પોહ્ચે એ ઉદ્દેશ સાથે અમે આદિવાસી વિસ્તારોમાં પશુઓનો ચારો વેચીને પોતાનો ઘર સંસાર ચલાવતી મહિલાઓને સાડી વિતરણ કરી એમની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. એમના ચહેરા પર સાડી લીધા બાદનું સ્મિત લાખો રૂપિયાની જન્મદિવસ ઉજવણી કરતાં વધુ છે એમ કહેવામાં હું જરા પણ સંકોચાઈશ નહિ.