નર્મદા: નદીના પાણી ઇન્દ્રવાણા, ગરુડેશ્વર અને અક્તેશ્વર સહિતના નીચાણ વાળા ગામોમાં આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાતા લોકો પોતાની ઘર, ઘર વખરી, પોતાના પશુઓ અને ખેડૂતો પોતાનો પાક બચાવવા જદ્દોજહતમાં પડ્યા છે ત્યારે પ્રજાના મતોથી ચુંટાયેલા મુખ્યમંત્રી નર્મદાના નવા નીરના વધામણાંમાં મુખ્યમંત્રી વ્યસ્ત બન્યા છે એવા દ્રશ્યો સામે આવ્યા છે.

જુઓ વિડીઓ…

ઉપરવાસમાં વધુ વરસાદ હોવાથી નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ગતરોજ બપોરે 12 વાગ્યે 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું હતું. ત્યાર બાદ બપોરે 3 કલાકે 23 દરવાજા 2.95 મીટર સુધી ખોલી વધુ પાણી છોડવામાં આવ્યું. જેથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

પરંતુ લોકો આરોપ છે કે, રાત્રે વધુ પાણી છોડવામાં આવ્યું જેથી અમારા ગામોમાં પાણી આવ્યા. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વરસાદ વધુ છે પાણી આવશે એવી જાણ તંત્રને પહેલેથી જ હોઈ સમાચાર પત્રોમાં પણ નદીમાં પાણી વધશે તેવા સમાચાર વહેતા થયા હતા, પરંતુ સરદાર સરોવર ઓથોરિટી વધુ પાણી આવે તેની રાહ જોઈને બેઠા હોય તેવું દેખાઈ આવ્યું છે.

વધુમાં જણાવ્યું કે, થોડું થોડું પાણી અગાઉ થી છોડવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિ ન સર્જાયેલ હોત પરંતુ ડેમ ઓવરફ્લો કરવાના ઇરાદાથી આવું કર્યું હોય એવું અમને લાગે છે. લોકોનું કહેવું છે કે વધુ પાણી આવવાની આશંકા છે, જેથી અમારા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. એક સાથે બેદરકારી પૂર્વક ૨૩ ગેટ ખોલતા અમારા ગરુડેશ્વર વિસ્તારના ગામોમાં રાત્રે અચાનક વધુ પાણી આવ્યા છે.

આ રીતે અમારા વિસ્તારમાં લગભગ 1970 ની સાલમાં પાણી આવ્યા હતા, ત્યાર બાદ પહેલી વાર નર્મદા નદી પર બાંધવામાં આવેલ વિયરડેમમાં પાણી ઘેરાવો થતાં પાછળના ભાગ માંથી કેવડીયા ગામ, ગભાણા, ઇન્દ્રવાણા, ગરુડેશ્વર, વાડી, દત મંદીર ફળિયું, અક્તેશ્વર ગામામ પાણી ભરાયાં છે.