નર્મદા: આજે દેશના વડાપ્રધાન ના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તિલકવાડા નાંદોદ તેમજ ભરૂચ અને નર્મદા જિલ્લાના જે નિચાણ વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતોનું લાખો કરોડો રૂપિયાનો નુકસાન થયું હોવાનું જાણકારી મળી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા જણાવે છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી ઉપર વાસના ડેમોમાંથી પાણી છોડવામાં આવતું હતું પણ તેમ છતાં નર્મદા ડેમમાં જાણી બુઝીને નર્મદા નિગમ અને પ્રશાસન દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવ્યું અને એ પાણી આજે દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે છોડવામાં આવ્યું અને રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી એ પાણી ના વધામણાં કરી રહ્યા છે ત્યારે આજે નર્મદા જિલ્લાના ભરૂચ જિલ્લાના અને બરોડા જિલ્લાના ઘણા બધા લોકો મૃત્યું પામ્યા છે ઘણા બધા લોકો ઘર વિહોણા થયા છે અને ઘણા પશુઓ પણ મૃત્યું પામ્યા છે એનો જવાબદાર કોણ એ પ્રજા સરકારના પ્રતિનિધિઓને નર્મદા નિગમને અને જિલ્લા પ્રશાસનને સરકારશ્રીને પ્રજા પૂછી રહી છે કે શું એક વ્યક્તિનો જન્મદિવસ ઉજવવા માટે આજે લાખો લોકો ઘરવિહોણા થયા પશુઓ મૃત્યું પામ્યા શું ખરેખર દેશના વડાપ્રધાનશ્રી એ એમનો જન્મદિવસ આવી રીતે ઉજવવો જોઈએ કે જેમાં લોકો મૃત્યું પામે લોકો ઘરવિહોણા થાય પશુઓ ખૂબ મોટા પ્રમાણમાં મર્યા છે આ નિર્દોષ લોકો ભોગ બન્યા છે.

જો સમયે ચારથી પાંચ દિવસ પહેલા સમયસર થોડું થોડું પાણી છોડવામાં આવ્યું હોત તો આજે આટલા મોટા પ્રમાણમાં નુકસાન ના થયું હોત પ્રશાસનને અને રાજ્યના મુખ્યમંત્રીને અને ખાસ કરીને આપણા દેશના વડાપ્રધાનને આ આમ પ્રજા આજે પૂછી રહી છે કે તમારા જન્મદિવસ ઉજવવા માટે આજે લાખો કરોડો લોકો જે ઘરવિહોણા થયા છે અને જે મૃત્યુ પામ્યા છે એમનો જવાબદાર કોણ ?