ડેડીયાપાડા: આજરોજ ડેડીયાપાડા તાલુકામાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના રમત ગમત સંકુલમાં તાલુકા કક્ષાનો શાળાકીય રમતોત્સવ યોજાયો હતો. જેમાં ડેડીયાપાડા તાલુકાની અલગ અલગ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તાલુકા કક્ષાના રમતોત્સવમાં અન્ડર-14, અન્ડર-17, અન્ડર-19 માં 1500 મીટરની દોડ, લાંબી કુદ, ઉંચી કુદ, ગોળાફેક, ચક્રફેક, બરછી ફેકની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિધાર્થી અને વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં સરકારી માધ્યમિક શાળા ડુમખલની વિદ્યાર્થીની અસ્મિતાબેન દિનેશભાઈ તડવી 1500 મીટર દોડમાં પ્રથમ ક્રમ આવ્યો હતો, સાથે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ ડેડીયાપાડાના વિદ્યાર્થી ઉદેશભાઈ રાઠવાએ અન્ડર-17 ગોળા ફેંકમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ તાલુકા કક્ષાના રમતોત્સવમાં ડેડીયાપાડા તાલુકાની તમામાં શાળાના શિક્ષકો કોચ સાથે હાજર રહીને વિદ્યાર્થીઓને ગાઈડ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ તાલુકા કક્ષાના રમતોત્સવમાં પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવનાર શાળાના વિદ્યાર્થી ખેલાડીઓની તાલુકા કક્ષાના યોજાનાર શાળાકીય જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે.તમામ શાળાના આચાર્યશ્રી, વ્યાયામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી બિરદાવ્યા હતા અને જિલ્લાકક્ષાની રમતો માટે શુભેચ્છા પાઠવી હતી

