નર્મદા: વિશ્વભરમાં પ્રવશી આકર્ષણ કેન્દ્ર બની ચુકેલા કેવડીયાના જગલ સફારીનું સંચાલન રિલાયયન્સના હાથમાં જાય રહ્યું છે. રાજ્ય સરકાર અને કંપની વચ્ચે ચાલી રહેલી વાતાધાટો સફળ રહેતા આગામી દિવસોમાં જંગલ સફારીનું સંચાલન રિલાયયન્સ કંપની સોપવામાં આવ્યું છે.

DECISION NEWSને પ્રાપ્ત થયેલી વિગત અનુસાર ગુજરાત સરકારએ કેવડીયાની જમીનોના વિકાસ માટે ગરીબ આદિવાસી સમાજના લોકો પાસેથી લઇ લીધી હતી. અને નર્મદા જીલ્લામાં કેવડીયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્ચું ઓફ યુનિટીના નિર્માણ બાદ આસપાસ આવેલા સ્થળોને જોવાલાયક સ્થળ બનાવી દેવામાં આવ્યા છે. સ્ટેચ્ચું ઓફ યુનિટી 375 એકર જગ્યામાં જંગલની સફારી બનાવી ત્યાં વિદેશના પશુ-પક્ષીઓ રાખવામાં આવ્યા છે. હાલમાં જંગલ સફારી ખાતે 1500 કરતા વધારે પ્રજાતિઓના પશુ પક્ષીઓને પ્રવાશી નિહાળી શકે છે.

સ્ટેચ્ચું ઓફ યુનિટી સત્તામંડળ અને રિલાયયન્સ વચ્ચે જે કરાર થયો છે જેમાં જંગલ સફારીની ટીકીટમાંથી થતી આવકમાંથી 60% હિસ્સો રિલાયયન્સ આપવામાં આવશે અને 40% હિસ્સો સ્ટેચ્ચું ઓફ યુનિટી સત્તામંડળ પાસે રહશે અને ખાલી ખાનગીકરણનો વિકાસ થઇ રહ્યો છે જેનો ગરીબ ખેડૂતનો ખાલી ભોગ બની રહ્યા છે.