ચીખલી: ગતરોજ સંધ્યાકાળે JCI ચીખલી દ્વારા સમાજમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાઈને સમાજના જરૂરીયાતમંદ લોકોને મુશ્કેલીઓ અને સમસ્યા દુર કરી હંમેશા એમની પડખે ઉભા રેહતા હોય એવા કર્મવીરોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

JCI ચીખલીના આ કાર્યક્રમમાં લોકસેવાના પર્યાય બનેલા ધરમપુર ખોબા ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક એવા દક્ષિણ ગુજરાતના યુવા ગાંધીયન એવા નિલમ પટેલના હસ્તે સમાજસેવાની પાયાની કામગીરી કરતાં વ્યક્તિઓ બિરદાવી તેમનું સન્માન થયું હતું જેથી કરીને તેઓ સમાજના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ વધારે દિલથી થાય.

Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે સમાજસેવાના એવા પાયાના કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં PM કરનારા, સ્વચ્છતા રાખનારા, ગરીબ દર્દીઓને મદદરૂપ થનારા, દરરોજ સમાચારપત્ર વહેંચી માહિતીપ્રદ સમાજનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ ભજવનારા વગેરે લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.