વ્યારા: ગતરોજ વ્યારા સરકીટ હાઉસ ખાતે શંકર ફળિયાના બેઘર પરિવારો ને કાયમી મકાન તેમજ રોજગાર જેવા મહત્વના મુદ્દાઓ ઉપર આયોજન બાબતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. વ્યારા શંકર ફળિયાના બેઘર પીડિત પરિવારો ને ન્યાય માટે International Slums Dwellers ના પ્રતિનિધિ જ્હોન , હૈદરાબાદ ઝુપડપટ્ટી ફાઉન્ડેશનના રવિભાઈ , સામાજીક અગ્રણી મુરગેશભાઈ વ્યારા શંકર ફળિયાના પિડિત બેઘર પરિવારો ની મુલાકાતે એક અવાજ એક મોર્ચા મારફતે આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા એક અવાજ – એક મોર્ચા સાથે મેદાનમાં આવતા આવનાર દિવસોમાં શંકર ફળિયાનો મામલો વધુ વેગ પકડે તો નવાઈ નહીં.શંકર ફળિયાના બેઘર પીડિત પરિવારો ને ન્યાય મળે તે માટે પીડિત પરિવારો ના પ્રતિનિધિ અને સ્થાનિક આગેવાનો સાથે ISD (International Slums Dwellers) ના પ્રતિનિધિઓ સાથે એડવોકેટ જીમી પટેલ, અખિલ ચૌધરી, દિપેશભાઈ ગામિત, ભુપેન વસાવા, એડવોકેટ ગણેશ ભોયે વ્યારા સરકીટ હાઉસ ખાતે બેઠકમાં હાજર રહી જરુરી વાતચીત કરી હતી.

શંકર ફળિયાના બેઘર પરિવારો ની લડત મામલે એડવોકેટ નિતિન પ્રધાન કાયદાકીય લડત આપી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના પ્રતિનિધિ વ્યારા સુધી લાવવામાં રોમેલ સુતરિયા ની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે ત્યારે સમગ્ર મામલે રોમેલ સુતરિયા એ નિવેદન આપ્યું હતું કે જીલ્લા કલેકટર સાહેબ જીલ્લા ના મહત્વપૂર્ણ કામોમાં વધુ વ્યસ્ત રહેતા હોવાથી તેઓ આ ગરીબ પરિવારો ની સમસ્યાઓ ઊપર વધું ધ્યાન ના આપી શકતા હોય આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના પ્રતિનિધિઓ સાથે પિડિતોની જે બેઠક મળી છે આ પરિવારો ને કાયમી મકાન અને રોજગાર ની તકો કેવી રીતે ઊભી કરી શકાય તે બાબતે અમે પ્રયત્નશીલ છીએ વિશ્વાસ છે જીલ્લા કલેકટર પણ વ્યસ્તતા વચ્ચે સમય મળીએ ન્યાયિક નિર્ણય કરશે તેમજ વિવિધ સંસ્થાઓ સંગઠનો ને અમે આ મામલે સાથે જોડી રહ્યાં છે કે જેથી જીલ્લા કલેકટર ઊપર ભાર ના આપી આ પરિવારો ને વૈકલ્પિક કાયમી મકાન અને રોજગાર અપાવવામાં નાગરિક સમાજ તરીકે આપણે સહુ નાનકડી ભૂમિકા ભજવી શકીએ.