ઉમરપાડા: ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશન ગુનામાં ફરીયાદીનું નામ નહીં ખોલવા માટે ફરિયાદી પાસે 50 હજાર રૂપિયાની ઉમરપાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દ્વારા લાંચ માંગની કરવામાં આવી હતી. જેની ફરિયાદ આધારે ACBએ લાંચના છટકાની ગોઠવણ કરી હતી જેમાં લાંચિયા હેડ કોન્સ્ટેબલ ફસાયા ગયા હતા.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ગતરોજ ઉમરપાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકરભાઇ પટેલ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. જેની જાણ ફરિયાદી દ્વારા ACB ને કરવામાં આવી હતી. આ દરમિયાન ઉમરપાડા પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટની બાજુના પાર્કિંગમાં 50 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી. જેથી ACBએ હેડ કોન્સ્ટેબલને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડયો હતો. હાલ તો ACBએ હેડ કોન્સ્ટેબલ પ્રફુલ સાકરભાઇ પટેલની અટકાયત કરી આગળની કાર્યવાહી કરી છે.
ઉમરપાડા પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટની બાજુમાં આવેલા પાર્કિંગમાં જ જો પ્રકારે લાંચ લેવાતી હોય તો વિચારો આ પ્રકારે પોલીસ બીજી તો કેટલીય જગ્યાએ લાંચ લેતા હશે. હાલમાં ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં અને સુરત જીલ્લાની તમામ પોલીસ સ્ટેશનમાં હંડકપ મચી ગયો હતો.

