ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા પંચાયતમાં અઢી વર્ષની પ્રમુખશ્રીની મુદત પૂરી થતાં નવા પ્રમુખ અને ઉપ પ્રમુખની ધરમપુર પ્રાંતઅધિકારીશ્રી દ્વારા આગલા દિવસે ફ્રોમ ભરવામાં આવ્યા હતા એના આધારે નામોની જાહેરાત કરવામાં આવી જ્યાં પ્રમુખશ્રી તરીકે પીયૂષ માંહલા, અને ઉપ પ્રમુખશ્રી તરીકે કમલબેન ચૌધરીની વરણી કરવામાં આવી હતી.

DECISION NEWSને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજરોજ નવા બનેલ પ્રમુખશ્રીને ધરમપુર અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા અઢી વર્ષે પણ કાર્યવાહી ન થતાં નીચે બેસીને રજુઆત કરવામાં આવી હતી. વાત એમ હતી કે ધરમપુર તાલુકા પંચાયત હસ્તકની ચાલતી 9 દુકાનો અને 1 ગોડાઉનનું ભાડું ફક્ત 3 હજાર રૂપિયા લેવામાં આવે છે જે બજાર કિંમત કર્તા નજીવું ભાડું છે. અને દુકાનદારો એ કોઈ પણ જાતની પરમિશન વગર રીનોવેશન પણ કરી દીધા છે. જેને લઈને તાત્કાલિક તાલુકા પંચાયત હસ્તક લઈ ફરી હરાજી કરવા બાબતે વિરોધ સ્વરૂપે કલ્પેશ પટેલ દ્વારા નીચે બેસીને રજુઆત કરવામાં આવી હતી.

કલ્પેશ પટેલનું કહેવું છે કે આ મુદ્દે આગલા અઢી વર્ષ પણ એ બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી હતી છતાં કોઈપણ પ્રકારની વહીવટીતંત્ર દ્વારા કર્યાવહી હાથ ધરવામાં આવી ન હતી પણ હવે આ રજુવાતના પગલે નવા પ્રમુખશ્રી દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.