નર્મદા: થોડા દિવસ પહેલા અંકલેશ્વર GIDC ડેપો થી દેડીયાપાડા વાયા બેડવાણ બસના છાપરામાંથી વરસાદી પાણી ટપકતું હોવાથી બસમાં મુસાફરી કરનારા મુસાફરોને બસમાં છત્રી ખોલીને બેસવું પડે તેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેનો વિડિયો બનાવી પોતાને મુસાફરીમાં પડતી તકલીફો ને સરકાર સુધી પહોચાડવા માટે મુસાફરે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો હતો.
આ વીડિયોની પુષ્ટિ કરી મુસાફરોની વેદના સમજી તેમની આ મુશ્કેલીઓને વાચા આપવા ડિસિઝન ન્યૂઝમાં અહેવાલ પ્રસાર થતાં ભરૂચ એસ.ટી નિગમ હરકતમાં આવ્યું હતું, અને તાત્કાલિક નિગમની ખખડધજ બસ બદલી, નવી બસ મૂકતા મુસાફરોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
દરરોજ શાળા, કોલેજ નોકરી, કામ અર્થે જતા લોકો બસમાં મુસાફરી કરતા હોઈ છે, પરંતુ ખખડધજ બસ હોવાથી મુસાફરો માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ મુશ્કેલીઓ ન થાય એ માટે એસટી નિગમ પણ સારી બસ દોડાવે એવી લોકોની માંગ રહેતી હોય પરંતુ સરકાર, વહીવટી તંત્ર સામે કોઈ પણ આવાજ ઉઠાવવા તૈયાર થતા નથી. એ લોકોનો અધિકાર છે કારણ કે લોકો મફત મુસાફરી નથી કરતા તેઓ સરકાર, નિગમએ નક્કી કરેલ ભાડું ચૂકવીને મુસાફરી કરતા હોય છે. જાગૃત થઈ પોતાના અધિકાર, ટેક્સ ભરો છો એ દરે વસ્તુ પોતાની સમજી જ્યાં પણ આવું કંઈ જોવા મળે તો આવાજ ઉઠાવવો જોઇએ.

