ડાંગ: ગતરોજ સહ્યાદ્રિ પર્વતમાળાના યુવાને હિમાલયન વેલીના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાના જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવાની દિશામાં વધુ એક ડગલું ભરતા, ડાંગ સહિત રાજ્યના સાહસિક યુવાનોમાં વધુ એક આશાનું કિરણ જન્માવ્યું છે. ‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ આ કહેવતને સાચા અર્થમા સાકાર કરતા ડાંગના આ પહાડી યુવકે જીવનમાં એક દિવસ માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન સાથે આ અગાઉ એવરેસ્ટ બેઝ કેમ્પ અને છેક કાલા પથ્થર સુધી જઈને એવરેસ્ટને આંગણે દસ્તક દીધા હતા.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીરાપાડા ગામના શ્રમજીવી પરિવારના ફરજંદ એવા પર્વતારોહક યુવાનશ્રી ભોવન રાઠોડે, તાજેતરમાં જ હિમાલય વેલીની KY1 તરીકે ઓળખાતા અને 6400 મીટર (21 હજાર ફૂટ) ની ઊંચાઈએ આવેલા માઉન્ટ કાંગ યાત્સે શિખર ઉપર, ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે. ટાટા સ્ટિલની સ્પોન્સરશીપના સથવારે ઉત્તર-પશ્ચિમ ભારતના લદાખ ક્ષેત્રમાં હિમાલયની માર્ખા ઘાટીમાં આવેલા હેમિસ નેશનલ પાર્કમાં સમાવિસ્ટ માઉન્ટ કાંગ યાત્સે કે જેની ઊંચાઈ 6400 મીટર (21,000 ફૂટ) છે ત્યાં પહોંચી ડાંગના આ યુવાને ફરી એક વાર 39; માઉન્ટ એવરેસ્ટના બારણે ટકોરા માર્યા છે. ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848.86 મીટર (29 હજાર 032 ફૂટ) છે. જ્યાં ભારતના સૌથી મોટા રાષ્ટ્રધ્વજને ફરકાવવાની આ યુવાનની ખ્વાહિશ છે.
ડાંગના એક પહાડી યુવકનું માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન હતું. તે સહ્યાદ્રિની પર્વતમાળાના નાનકડા ગામ ચિરાપાડાનો વતની હતો. તે 27 વર્ષિય યુવકે જેને તમામ કઠીનાઇઓ વચ્ચે પૂર્ણ કર્યું હતું. માઉન્ટ આબુથી માઉન્ટ એવરેસ્ટની સફરનો પ્રારંભ થયો હતો. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે તાલીમ મેળવી હતી.

