ધરમપુર: આજના આધુનિક યુગમાં યુવાનો દેખાદેખીમાં મોજ શોખ અને વ્યસનના રવાડે જોવા મળે છે, ત્યારે ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામના એક એવો યુવા જેણે પોતાના જન્મદિવસ નિમીતે ક્લબ, પાર્ટી પ્લોટમાં જઈ મોજશોખ થી ઉજવવાને બદલે આ પોતાનો જન્મદિવસ યાદગાર અને સેવાકીય પ્રવૃત્તિ કરીને યુવાનની જન્મદિવસ ઉજવવાની રીત કાબિલે તારીફ છે. જેમણે પોતાના જન્મદિવસે વૃક્ષારોપણની પ્રતિજ્ઞા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની ભાવના સેવી છે. આ યુવાને પોતાનો જન્મદિવસ કંઈક આવી રીતે ઉજવવાનું નક્કી કર્યું જે બીજા અનેક યુવાનો માટે પ્રેરણાદાય બની ગયો છે.
DECISION NEWSને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ગતરોજ સિદુમ્બર ગામના રાજકુમાર પટેલએ પોતાના જન્મદિવસે કંઈક સમાજ ઉપયોગી કામ થઈ શકે એ હેતુસર પોતાના બધા જ મિત્રોને ભેગા કરી વૃક્ષારોપણનું કામ અને અંધજન શાળામાં નાસ્તો, ભોજન, બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ તેમજ 10 જરૂરીયાતમંદ ગરીબ પરિવારોને એક મહિનો ચાલે એટલી અનાજની કીટ વિતરણ કરી જન્મદિવસનો ખર્ચ સારા કામ માટે સમાજને કંઈક આપી શકાય એ માર્ગે કર્યો છે. આ વર્ષે પિપરોળ ખાતે 2000 વૃક્ષો રોપવામાં આવ્યા સાથે યુવાને નક્કી કર્યું કે દર વર્ષે 2000 વૃક્ષો રોપી તેનો ઉછેર કરશે.
રાજકુમારે જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં કદાચ જન્મદિવસ નિમિત્તે લોકસેવાના કામો whatsapp, facebook instagram જેવા માધ્યમમાં મૂકી પ્રચાર-પ્રસાર કરીએ તો અન્ય યુવાનોને પણ પ્રેરણા મળી શકે. એક નવા માધ્યમની શરૂઆત થાય જો દરેક યુવાન આ રીતે પોતાના જન્મદિવસ ઉજવતો થાય તો પર્યાવરણ સંવર્ધન મોટા પ્રમાણમાં થઈ શકે. કોઈ જરૂરિયાતમંદને પોતાની જરૂરિયાતની વસ્તુઓ મળી શકે અને કોઈ ભૂખ્યુ સુવે નહીં. સમાજમાં એક પ્રેરણા રૂપ વ્યક્તિ બનીએ ચાલો આપણે આવા સમાજ ઉપયોગી કામને બિરદાવી સેવાની સુગંધ પ્રસરાવીએ..

