રાજપીપળા: નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી મોવીને જોડતો માર્ગ બિસ્માર બની ગયો છે અને તેમાં પણ ખાડા પૂરવામાં વેઠ ઉતારવામાં આવતાં રોડ પર પૂરેલા મોટા મેટલોને કારણે વાહનોના ટાયરો ફાટી જવાથી અકસ્માતના બનાવ વધી રહયાં છે. દેડીયાપાડામાં આ વર્ષે વરસાદની તો વધુ થયો જ નથી છતા પણ ભલભલા ભ્રષ્ટાચારીઓની પોલ ખુલ્લી પાડી દીધી છે.
DECISION NEWSને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર દેડીયાપાડા થી મોવી જતા માર્ગ પર મસ મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો જેને પૂરવા માટે સ્ટેટ આર એન્ડ બી ના સત્તાવાળાઓ દ્વારા આ ખાડા ઉપર મેટલ નાખવામાં આવ્યા જેના ઉપર રોલર ફેરવવામાં ન આવતા આ રોડ ઉપરના મેટલ વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. સ્પીડમાં જતી ગાડી અચાનક ટાયર ફાટે તો આજુબાજુ વાળાને પણ નુકસાન થાય છે અને અકસ્માત પણ થાય છે. ચોમાસામાં સંખ્યાબંધ અકસ્માત આ રોડ પર થવા છતાં પણ આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર કે સ્ટેટ આર એન બી ના ભ્રષ્ટ અધિકારીઓને સહેજ પણ દેખાતું નથી. આ રોડ પર આવતા નેતાઓને પણ આ રોડ દેખાતો નથી જેથી સાગબારાના ડેડીયાપાડાથી જિલ્લા કક્ષાએ જતા આવતા લોકો અને રોજીંદુ અપડાઉન કરતા લોકો સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવા આવતા લોકો આ રોડ પર આવતા જ ત્રાહિમામ પોકારી જાય છે , અને દર વર્ષે યાતના નો ભોગ બને છે હવે તો લાગી રહ્યું છે કે મોવી ડેડીયાપાડા રોડ બનાવનાર અને તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કદાચ લોકોને ફરજ પડશે તેવું લાગી રહ્યું છે.
કરોડોનો ખર્ચ છતાં બાંધકામની ગુણવત્તા નબળી દેડિયાપાડા થી મોવી જતો 17 કિલોમીટરનો રસ્તાના આ કામમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાથી અથવા તો નીચલી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાથી જીલ્લામાં પડેલા પહેલાજ વરસાદમાં રોડ પર મોટો ખાડા પડી ગયા હતાં તે ઉપરાંત રોડની સાઈડની સાઈડ સોલ્ડરિંગ પણ યોગ્ય રીતે ના કરતા આ રોડ સંપૂર્ણ બિસ્માર બન્યો છે.

