કપરાડા: ગતરોજ વલસાડ જિલ્લાની બોર્ડર મહારાષ્ટ્રના કાપરાડા પોલીસના હદમાં વાવર ગામે કપરાડા પોલીસ દ્રારા વાવર ગામના રિથમાળ ફળિયાના તારીખ 07/09/2023 ના રોજ દારૂ માટે રેડ પાડવામાં આવી હતી. રેડ 6 થી 7 ઘરોમાં પાડી હતી. કપરાડા પોલીસની રેડ દરમિયાન છેલ્લે એક ઘર આવેલ છે. જે એક પરિવાર પેટયું રળવા મહારાષ્ટ્રમાં નાસિક ગયા હતા. એ પરિવારના ઘરે કોઇ પણ વ્યક્તિ હાજર ના હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પોલીસ દ્વારા પોતાની મનમાની ચલાવી બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પરિવાર ઘરે આવતા ઘરમાં મુકેલાતે રોકડ રૂપીયા 5000 હજાર અને મંગળસૂત્ર પોલીસની બેદરકારીના કારણે ચૉરી થયેલ છે. જે અંગે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જે બાબતે આદિવાસી પરિવારને ન્યાય મળે એ માટે લેખિત ફરિયાદ મામલતદારશ્રીને આપવામાં આવ્યું હતું.

DECISION NEWSને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર વાવર ગામના રીથમાળ ફળિયામાં ચિંતાભાઇ તુળશીરામભાઈ વાગલા, રઘુભાઈ કાશીરામભાઈ ભોયા, લક્ષ્મણભાઈ, યેશુભાઈ ચૌધરી , સિત્યાભાઈ લાસુભાઈ જાદવ આમ ચાર ઘરોમાં એમને રેડ કરી હતી. આ રેડમાં ચિંતાભાઇ તુળશીરામભાઈ વાગલા તેઓના ઘરમાં કોઈ પણ ન હતું, એના ઘરના ચિંતાભાઈ સહિત ત્રણ સભ્યો નાશિક કામ પર ગયેલા હતા અને એમના ધર્મપત્ની કમળીબેન ચિંતાભાઈ વાગલા આશરે 700 મીટર ઘરથી દુર દુકાન પર હતી, અને ત્યારે ચિંતાભાઇ તુળશીરામભાઈ વાગલાના ઘરમાં કપરાડાના પોલીસ આશિષભાઈએ રેડ કરી હતી, તે દરમિયાન તેઓએ ના સરપંચને જાણ કરી કે ન તો કોઈ ત્યાના કોઈ આગેવાનોને અને ચિંતાભાઇના ઘરના બારણા ને લાગેલ તાળાને પથ્થરથી તોડવાનો પ્રયત્ન કરતા, તાળું ન તુટતા તેઓએ બારી તોડી ઘરમાં પ્રવેશ કરેલ હતો અને તે દરમિયાન તેમના ઘરનો કબાટ તેમજ અન્ય ચીજ વસ્તુઓનો વેરવિખેર કરેલ હતું. તે દરમિયાન ચિંતાભાઇ તુળશીરામભાઈ વાગલાના ઘરમાંથી રોકડ રૂપિયા 5000 તેમજ મંગલસૂત્ર તુટેલ હોવાના કારણે ઘરના કબાટમાં મુકેલ હતું, તેમાં એક ડોરલુ અને દસ સોનાના મની ચોરાયેલ છે. આ સંપુર્ણ ઘટના કપરાડાના પોલીસ હેડ કોન્સ્ટેબલ આશિષભાઈના કારણે થયેલ છે. કેમકે કપરાડાના પોલીસ હેડ કોન્સ્ટેબલ આશિષભાઈએ વાવર ગામના સરપંચ અથવા જે તે વોર્ડના ચુટાયેલ સભ્યને કે ગામના કોઈ આગેવાનોને જાણ ન કરતા ઝડતી લીધેલ છે, અને એ ગેર કાનૂની છે.

કપરાડા પોલીસ સ્ટેશનના આ હેડકોન્સ્ટેબલના કારણે ગરીબ ઘરના પરિવારના મંગળસૂત્ર ઘરેણુંએ કિંમતી છે. આ લોકો કામ ધંધા ઉપર જઈને આવી વસ્તુઓ મેળવતા હોય છે. જયારે હેડ કોન્સ્ટેબલની બેદરકારીના કારણે ખુબ મોટી ચોરી થયેલ છે. જે નિંદનીય છે. જેથી હેડ કોન્સ્ટેબલ આશિષભાઈ અને એમની ટીમને ફરજ ઉપરથી મુક્ત કરશો જો આવું કરવામાં કચાસ કરશો તો આ હેડ કોન્સ્ટેબલ આશિષભાઈ અને એમની ટીમ ભવિષ્યમાં પણ ચુટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવા શિવાય, પોતાની સત્તામાં મદમસ્ત બની, પોતાને જ સરવો પરી માની ગરીબ કુટુંબોને હેરાન કરશે અને કાયદાની અવગણના કરશે જો સાહેબ રક્ષક જ ભક્ષક બનશે તો પ્રજા કોની પાસે જશે.