કપરાડા: 11 સપ્ટેમ્બર 1893ના દિવસે શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે ભાષણ કરી વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. જે સિદ્ધિને દિગ્વિજય દિવસ તરીકે ઉજવાય છે. તેને પુન: યાદ કરાવવા માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સંયોજક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજરોજ ઉચ્ચત્તર માધ્યમિક શાળા વાડધા ખાતે યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીનાં વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આજના ભાવિ યુવાનો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે વધુમાં વધુ જાણે અને રાષ્ટ્ર હિત પ્રવૃત્તિઓમાં જોડાય તે હેતુ થી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ,શાળાના સ્ટાફગણ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનાં જિલ્લા સંયોજક કિરણ એસ ભોયા, તાલુકા સંયોજક દેવચંદભાઈ કનોજા, નારાયણભાઈ ભીમરા, પૂર્વ સંયોજક દીપકભાઈ ભોયા ઉપસ્થિત રહ્યા હતા.