કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના સુખાલા અને ધોધડકુંવા બોડર પર વાપીથી ધરમપુર જતી એસટી બસને બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ માર્ગ સાઈડે ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
DICISION NEWS ને જાણકારી મળેલી મુજબ આજરોજ વાપીથી ધરમપુર જતી એસટી બસ નબર GJ-18-5839 ના ડ્રાયવરએ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ માર્ગ સાઈડે ઉતરી જતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બસ માર્ગની સાઈટે ઉતરી જતાં બસ પલડી મારતા બચી ગઈ હતી.
બસ ચાલક અને મુસાફરોએ જણાવ્યુ કે સામેથી ફુરફાટ ઝડપે અચાનક કોયક અજાણ્યું વાહાન બસની સામે આવી ગયું હતું. જે દરમિયાન અકસ્માતને બચાવા માટે બસ ચાલકે બસ સાઈટે કરવા જતાં સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને બસ રોડની નીચે ઉતારી ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. અમુક મુસાફરોને સામાન્ય ઈજા સિવાય કોઈ જાનહાની થવા પામી ન હતી.

