કપરાડા: કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામનાં સીમાડા ફળીયાના શ્રી ક્રિષ્ના યુવક મંડળના યુવકો દ્રારા દર વર્ષેની જેમ શ્રાવણના ત્રીજા ગુરુવારે વારોલી ગામથી વિધિવત વાજીંત્રો અને ભજકીર્તન સાથે ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં સાંઈ મંદિર સુખાલા જવા પદયાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ સાંઈ દર્શને નીકળેલી પદયાત્રામાં વિધવા બહેનોને સાડી વિતરણ અને જરૂરી રકમનું વિતરણ કરવામાં આવે છે. વારોલી તલાટ ગામમાંથી શ્રાવણ ના ત્રીજા દિવસે જ આ યુવક મંડળ ના 100 જેટલા સાંઈ ભકતો યુવકો એ વિધિવત સાંઈ બાબાના ફોટોને દિપ પ્રાગટ્ય કરી ફૂલહાર ચઢાવીને સાંઈ પાલખી લઈને સુખાલા જવા માટે નીકળી હતી.
સાંઈમાં શ્રધ્ધા અને સબૂરી રાખી નીકળેલી આ પદયાત્રામાં જોડાયેલી બહેનોને પ્રકાશભાઈ પટેલ સુખાલા સાંઈ મંદિર, ધીરુભાઈ ગાયકવાડ, હરેન્દ્રભાઈ, સુભાષભાઈ, કમલેશભાઇ, ચેતનભાઈ, અજીતભાઈએ સાડી વિતરણ કરી પ્રોત્સાહન વધાર્યું હતું.

