ડાંગ: આહવા ડાંગ જિલ્લા નું વડુ મથક હોવાથી ડાંગ જિલ્લા ની જનતા તેમના રેગ્યુલર કામો કરવા માટે અહીં આવતી હોય છે. ત્યારે આહવા થી વઘઈ જતા રસ્તાની હાલત ખુબજ બિસ્માર હાલતમાં જોવા મળે છે જ્યાં જુવો ત્યાં ખાડાને ખાડા જોવા મળી રહ્યા છે. આહવા વઘઈનું અનંત 32.કી.મી છે જેમાં આખા રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયુ છે.
આમ ધારાસભ્ય ગુજરાત વિધાસભાના બની ગયા બાદ રસ્તાઓ તાત્કાલિક અસરથી નવા બની જવા જોયતા હતા તે બનેલ નથી. જેથી લોકોમાં આ રસ્તા બાબતે રોષ જોવા મળી રહ્યો છે અને આગળ જતા ટૂંક સમયમાં ચૂંટણી પણ આવતી હોય શું આ રસ્તો બનશે? કે પછી વોટર ઈલેકશનમાં વોટ દ્વારા જવાબ આપશે તે જોવાનું રહ્યું.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ સાપુતારા આહવા રસ્તો ચોમાસાની સિઝન શરૂ હોવા છતાં સારો છે તેમજ આહવા થી સુબીર જતો રસ્તો પણ સારો છે. તો આહવા વઘઈ નો રસ્તો કેમ બિસ્માર હાલત માં ? આવા રસ્તાને જોઈને લોકોમાં એકજ સવાલ થાય છે કે, શુ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ દ્વારા બનાવવાના ડેમોની સંભાવના ના કારણે રસ્તાઓ ડૂબી જશે જે કારણે આ રસ્તો બનતો નથી. વર્ષો થી આહવા વઘઈ રોડ ફક્તને ફક્ત રિપેર કરવામાં આવે છે. અને નવો રસ્તો બનતો નથી અને લોકો ખરાબ રસ્તાના કારણે હાલાકી નો સામનો કરવો પડે છે.

