કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના જેવા આદિવાસી વિસ્તારમાં વર્ષોથી કામગીરી કરતાં અને શ્રી શેશરાવ મહારાજએ હજારો લોકોને દારૂના વ્યસનોથી મુક્ત કરાવ્યા છે તેમના કાર્યો વિષે કપરાડા તાલુકાના ખૂટલી ગામ મંદિર ફળીયામા પ્રવચન રાખ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કપરાડા તાલુકાના ખૂટલી ગામ મંદિર ફળીયામા જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે શ્રી શેશરાવ મહારાજના ભક્ત શ્રી રમણ બાબાના સાનિધ્યમાં પ્રવચન રાખવામાં આવ્યું હતું. રમણબાબા જણાવ્યું કે શેશરાવ મહારાજ દ્વારા હજારો પરિવારમાં દારૂ છોડો સંસાર જોડોના વ્યસન મુક્તિ અપાઈ છે. હજારો લોકોના જીવન પરિવર્તનથી ભાવિક ભક્તોનુ જીવન સુખ શાંતિ આત્મીયતા ની ભાવના જાગૃત કરવામાં આવી છે જેથી તેમનું જીવન સુગંધમય બનાવ્યું છે.
આ પ્રવચન કાર્યક્રમમાં મનાલા ગમાના સરપંચ જયેન્દ્રભાઈ ગાંવિત, ગુલાબભાઈ રાઉત, વિજયભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, વિશાલભાઈ ભોંયા, કલ્પેશભાઈ રાઉત જેવા આદિવાસી સમાજના અગ્રણીઓએ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

